લઘુત્તમ ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિ
Skip Navigation Links   Home   |  લઘુત્તમ ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિ

લઘુત્તમ ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિ

રાજયના ખેડૂતોને તેઓના ઉત્‍પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે કેન્‍દ્ગ સરકાર દ્વારા દર વર્ષે ઘઉં, ડાંગર, મકાઈ, જુવાર, બાજરી વિગેરેની ટેકાના ભાવે ખરીદીની યોજના જાહેર કરવામાં આવે છે.

સદર યોજના હેઠળ નિગમ દ્વારા રાજય સ્‍તરે ખરીદ કેન્‍દ્ગો ખોલીને સીધા ખેડૂતો પાસેથી અથવા તો રાજય સરકાર દ્વારા માન્‍ય કરેલ સહકારી સંસ્‍થાઓ દ્વારા ખેડૂતો પાસેથી કેન્‍દ્ગ સરકાર દ્વારા નિશ્‍ચિત કરેલ અનાજના યુનિફોર્મ સ્‍પેસિફીકેશન મુજબ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે ખેડૂતો પોતાનું ઉત્‍પાદન આ યોજના હેઠળ નિગમને વેચવા માંગતા હોય તેઓએ પોતાના ખેતરમાં નિગમને વેચવા માટે લાવેલ અનાજનું વાવેતર કરેલ છે તેના પુરાવારૂપે સંબંધિત ૭/૧૨ ના ઉતારાની નકલ તથા પત્રક ૮/અ રજુ કરવાના હોય છે. ખરીદ કેન્‍દ્ગ ઉપર નિયુકત થયેલ કર્મચારી દ્વારા ખેડૂત/એજન્‍સીએ રજુ કરેલ અનાજ કેન્‍દ્ગ સરકાર દ્વારા નિશ્‍ચિત કરેલ યુનિફોર્મ સ્‍પેસિફીકેશન મુજબ છે કે કેમ, તેની ખાત્રી માટે રજૂ થયેલ જથ્‍થામાંથી નિયત પઘ્‍ધતિ અનુસાર અનાજનો પ્રતિનિધિત્‍વ ધરાવતો નમૂનો મેળવી પૃથ્‍થકરણ કરવામાં આવે છે. જથ્‍થો નિયત ધોરણસરનો જણાતા ખેડૂત દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓની ચકાસણી કરી રાજય સરકાર દ્વારા નિશ્‍ચિત કરેલ જથ્‍થાની મર્યાદા અનુસાર કર્મચારી દ્વારા ખેડૂત/એજન્‍સી પાસેથી જથ્‍થાની ખરીદી કેન્‍દ્ગ સરકાર દ્વારા નિયત કરેલ ટેકાના ભાવે કરવામાં આવે છે. ખેડૂતના વાહનમાંથી જથ્‍થો ઉતાર્યા બાદ તેનું ૫૦ કિલો પેકીંગમાં બેગીંગ કરી નિયત કરેલ કલરના દોરાથી સિલાઈ કરી તથા નિયત ધોરણ અનુસાર બેગ ઉપર લખાણ લખી જથ્‍થાની થપ્‍પી મારવામાં આવે છે. ખેડૂતે જેટલો જથ્‍થો વેચાણ કરેલ હોય તેટલા જથ્‍થાના ટેકાના ભાવ મુજબના નાણાં સંબંધિત અધિકારી દ્વારા ખેડૂતના નામનો NEFT / RTGS થી ચુક​વણું કર​વામા આવે છે. સદર કામગીરીમાં જયાં એજન્‍સી નિયુકત થયેલ હોય તે એજન્‍સી દ્વારા સદર કામગીરી કરવામાં આવે છે. નિયુકત થયેલ એજન્‍સીને રાજય સરકાર દ્વારા નિયમ મુજબ કમીશન આપવામાં આવે છે. ખેડૂતને ટેકાના ભાવે જથ્‍થો વેચવા માટે કોઈપણ પ્રકારનો ખર્ચ કરવાનો રહેતો નથી.

મુખ્ય લિંક પર જાઓ