ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ  |  જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટેનો એકટીવીટી ફલો

જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટેનો એકટીવીટી ફલો

યોજનાવાર ધઉં-ચોખાની ફાળવણીકેન્‍દ્ર સરકાર ઘ્‍વારા લક્ષિત જાહેર વિતરણ યોજના અંતર્ગત અંત્‍યોદય અન્‍ન યોજના, બીપીએલ યોજના તેમજ એપીએલ યોજના હેઠળ ધઉં-ચોખાની ફાળવણી કરવામાં આવે છે.

Down

જિલ્‍લાના રેશનકાર્ડની સંખ્‍યા અનુસાર જિલ્‍લાવાર, યોજનાવાર ફાળવણીકેન્‍દ્ર સરકારની ફાળવણી ઘ્‍યાને લઈ રાજય સરકાર ઘ્‍વારા જે તે જિલ્‍લાના રેશનકાર્ડની સંખ્‍યા અનુસાર જિલ્‍લાવાર, યોજનાવાર ફાળવણી કરવામાં આવે છે.

Down

અનાજની પ્રાપ્‍તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરીરાજય સરકાર વતી અનાજની પ્રાપ્‍તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડને સોંપવામાં આવેલ છે.

Down

કેન્‍દ્ર સરકારે નિયત કરેલ ભાવ અનુસાર એડવાન્‍સ નાણાં જમા કરાવવાનિગમ ઘ્‍વારા જે તે જિલ્‍લા માટે થયેલ ફાળવણી અનુસાર ભારતીય ખાઘ્‍ય નિગમની એરીયા મેનેજરશ્રીની કચેરી ખાતે (અમદાવાદ,વડોદરા,રાજકોટ તથા ભુજ) કેન્‍દ્ર સરકારે નિયત કરેલ ભાવ અનુસાર એડવાન્‍સ નાણાં જમા કરાવવામાં આવે છે.

Down

રીલીઝ ઓર્ડર ઈસ્‍યુ કરવામાં આવે છે તથા ગોડાઉન ખાતે જથ્‍થો ઉપલબ્‍ધ કરાવામાં આવે છે.એરીયા મેનેજરશ્રી ઘ્‍વારા જે તે જિલ્‍લા માટે રીલીઝ ઓર્ડર ઈસ્‍યુ કરવામાં આવે છે,જે રીલીઝ ઓર્ડર સંબંધિત જિલ્‍લા કચેરી ઘ્‍વારા મેળવી નિયત પરિવહન ઈજારદાર મારફત તેનું પરિવહન કરી ગોડાઉન ખાતે જથ્‍થો ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

Down

પરમીટ ઉપલબ્‍ધ કરવી.સંબંધિત જિલ્‍લામાં સ્‍થાનિક તાલુકામાં અગાઉ મામલતદારશ્રી ઘ્‍વારા વ્‍યાજબી ભાવના દુકાનદારને ફાળવવામાં આવેલ કાર્ડની સંખ્‍યા ઘ્‍યાને લઈ જથ્‍થાની ગણતરી કરી પરમીટ ઈસ્‍યુ કરવામાં આવતી હતી હવે આ કામગીરીનું કોમ્‍પ્‍યુટરાઇઝેશન થતાં સંબંધિત વ્‍યાજબી ભાવના દુકાનદારને સ્‍વયં રીતે પરમીટ ઉપલબ્‍ધ થાય છે.

Down

પરમીટ રજૂ કર્યેથી તેઓને આવશ્‍યક ચીજવસ્‍તુઓનો જથ્‍થો પ્રાપ્‍ત થાય છે.સંબંધિત દુંકાનદાર ઘ્‍વારા કોઇ પણ બેંક મારફતે નિગમ ઘ્‍વારા નિયત કરેલ બેંક એકાઉન્‍ટમાં નાણાં જમા કરાવવામાં આવે છે અને નિગમના ગોડાઉન ખાતે પરમીટ તથા નાણાં જમા કરાવ્યાની રસીદ રજૂ કર્યેથી તેઓને આવશ્‍યક ચીજવસ્‍તુઓનો જથ્‍થો ડોર સ્ટેપ ડીલીવરી યોજના મારફત દુકાન બેઠા ઉપલબ્ધ કરવામાં આવે છે. જે તેઓ ઘ્‍વારા લાભાર્થીઓને નિયત પ્રમાણ મુજબ વિતરણ કરવામાં આવે છે.
મુખ્ય લિંક પર જાઓ