અમારા વિષે
Skip Navigation Links   Home   |  અમારા વિષે  |  પરિચય

પરિચય

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની સ્થાપના રાજ્ય સરકારની કંપની તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર નં.સીએસસી/ ૧૧૮૦/૧૪૬૯/એ, તા.૨૫/૯/૧૯૮૦, કંપની ધારા ૧૯૫૬ ના અનુચ્‍છેદ ૬૧૭ હેઠળ કરવામાં આવી છે.

કાર્યક્ષેત્ર

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુના જથ્થાની પ્રાપ્તિ, સંગ્રહ તથા વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી ઉપરાંત નિગમ દ્વારા રાજ્ય સરકારની અન્ય કલ્‍યાણકારી યોજનાઓ હેઠળ જરૂરી અનાજ/ચીજવસ્‍તુઓની પ્રાપ્તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી પણ કરવામાં આવે છે. નિગમ રાજયના કેટલાક સ્‍થળોએ પેટ્રોલપંપ, ગેસ એજન્‍સી ધરાવે છે. સરકારી કામગીરી માટે રાજય સરકારના વિભાગો/સંસ્‍થાઓને માટે સીમેન્‍ટની પ્રાપ્તિ તથા વિતરણની કામગીરી પણ કરે છે.નિગમ કેન્‍દ્ગ સરકાર/ રાજય સરકારની મંજૂરી અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે અનાજની પ્રાપ્તિની કામગીરી પણ કરે છે. નિગમ દ્વારા કુદરતી કે માનવીય આપત્તિઓ જેવી કે, ભૂકંપ, દુકાળ પૂર, વાવાઝોડું, કોમી રમખાણો વિગેરે જેવા સમયે જરૂરિયાત મંદોને સરકારની સૂચનાનુસાર ખાદ્ય સામગ્રી તેમજ જરૂરી સેવાઓ ઉપલબ્‍ધ કરાવવાની કામગીરી પણ કરે છે.

માળખાકીય સગવડો

આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ, સંગ્રહ અને વિતરણની કામગીરી કરવા માટે નિગમ ગાંધીનગર ખાતે નિગમની વડીકચેરી, જીલ્લાઓ ખાતે જીલ્લા કચેરીઓ અને તાલુકા કક્ષાએ સંગ્રહ માટે ગોડાઉનો ધરાવે છે. નિગમ પાસે હાલ અંદાજે ૩.૪૦ લાખ મે.ટનનીસંગ્રહશકિતઉપલબ્‍ધ છે. નિગમને જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી કરવા માટે વધુ સંગ્રહશકિતની આવશ્‍યકતા છે. જે માટે નિગમ દ્વારા નવા ગોડાઉનો બાંધવાની કામગીરી હાથ ધરેલ છે. નિગમને વધુ જથ્‍થો સંગ્રહ કરવાની જરૂરિયાત જણાય ત્‍યારે નિગમ દ્વારા સેન્‍ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન ગુજરાત સ્‍ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન અને અન્‍ય ખાનગી માલિકીના ગોડાઉનો ભાડે રાખવામાં આવે છે.

વહીવટી માળખું

નિગમ હસ્તક અંદાજે ૧૦૬૬ જેટલા કર્મચારી / અધિકારીઓનું માનવબળ છે.

આર્થિક પરિસ્થિતિ

નિગમની સ્‍થાપના ૧૯૮૦ માં થઈ ત્‍યારે નિગમનું વાર્ષિક ટર્નઓવર રૂ.૮૦/- કરોડ હતું, જે વર્ષ ૨​૦૧૫-૧૬ માં રૂ.૨૧૮૩.૩૦ કરોડ થયેલ છે. ગત ત્રણ વર્ષોનું ટર્નઓવર નીચે મુજબ છે.

ક્રમ વર્ષટર્નઓવર
(રૂ. કરોડ​માં)
કુલ નફો
(રૂ. લાખમાં)
૨​૦૧૫-૧૬૨૧૮૩.૩૦+૫૦૩.૦૦
૨૦૧૪-૧૫૨૩૫૨.૨૦(+)૩૫૭.૯૪
૨૦૧૩-૧૪૧૭૭૮.૨૭(+)૪૪.૨૪

નિગમની પ્રવૃત્તિઓ

આમ નિગમ અન્‍ય સંસ્‍થાઓ જેવી કે, ફુડ કોર્પોરેશન ઓફ ઈન્‍ડીયા (FCI), MMTC, ખાંડના ઉત્‍પાદકો, મીઠાના ઉત્‍પાદકો, કઠોળના સપ્‍લાયરો, ખાદ્યતેલ ઉત્‍પાદકો, સિમેન્‍ટના ઉત્‍પાદકો વિગેરે સાથે સંકલન કરી વિશાળ નેટવર્કથી જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળની તથા અન્‍ય કામગીરી કરે છે.

નિગમ નીચે દર્શાવેલ જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળની યોજનાઓ માટે આવશ્યક ચીજ વસ્તુઓના જથ્થાની પ્રાપ્તિ, સંગ્રહ અને વિતરણની કામગીરી કરે છે.

  • ગરીબી રેખા નીચે જીવતા કુટૂંબો માટેની બી.પી.એલ. યોજના.
  • અત્‍યંત ગરીબ એવા કુટૂંબો માટેની અંત્‍યોદય અન્ન યોજના.
  • ગરીબી રેખા ઉપર જીવતા કુટૂંબો માટેની એ.પી.એલ. યોજના.

રાષ્ટ્રિય અન્ન સલામતી ધારો-૨૦૧૩ (NFSA-2013)

રાજ્ય સરકારના તા.૧૮-૦૨-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંક​-પીડીએસ​-૧૩-૨૦૧૫-૪૪૬૯-ક​-(૧) મુજબ રાષ્ટ્રિય અન્ન સલામતી કાયદો-૨૦૧૬ હેઠળ અનાજ મેળ​વ​વાપાત્ર કુલ વસ્તી ૩૮૨.૮૪ લાખની મર્યાદામાં રહેશે. જે પૈકી ગ્રામિણ વિસ્તારમાં ૨૫૮.૭૮ લાખ અને શહેરી વિસ્તારમાં ૧૨૪.૦૬ લાખની વસ્તી મર્યાદા રહે છે. આ યોજનાની અમલ​વારી એપ્રિલ ૧૬ થી શરૂ કરવામાં આવેલ છે.

આ યોજના હેઠળ વે પ્રકારના કુટુંબો અસ્તિત્વમાં આવે છે.

નિગમ રાજય સરકારના અન્‍ય વિભાગો હેઠળની નીચે દર્શાવેલ યોજનાઓ માટે પણ કામગીરી કરે છે.

મુખ્ય લિંક પર જાઓ