ઈ-સીટીઝન
Skip Navigation Links   Home   |  ઈ-સીટીઝન  |  ટૂંકી પ્રશ્નોતરી

ટૂંકી પ્રશ્નોતરી

ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં ની ખરીદી સમયે ખેડૂતો ઘ્‍વારા પૂછવામાં આવતા પ્રશ્ન અને તેના ઉત્તરની વિગત

રાજય સરકારની સુચનાનુસાર ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમલિ.ઘ્‍વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે નિગમનીમાલિકીના ગોડાઉન/નિગમ ઘ્‍વારા ભાડે રાખેલ ગોડાઉન કેન્‍દ્રો તથા એ.પી.એમ.સી. માર્કેટ ખાતે ખરીદ કેન્‍દ્રો શરૂ કરવામાં આવે છે. નિગમના ખરીદ કેન્‍દ્રો ખાતે ટેકાના ભાવે ઘઉંનો જથ્‍થો વેચાણ માટે લાવતા પહેલાં ખેડૂતો ઘ્‍વારા ઘણી પૂછપરછ કરવામાં આવે છે અને તેમને ગોડાઉન કોન્‍દ્રો/જીલ્‍લા કચેરી ઘ્‍વારા સંતોષજનક રીતે માહિતી પૂરી પાડવામાં આવે છે. આમ છતાં વારંવાર પુછાતા પ્રશ્‍નોની વિગત નીચે પ્રમાણે છે.

પ્રશ્ન ૧ : ટેકાના ભાવે ઘઉંની ખરીદી કયારે શરૂ કરવામાં આવશે ?

ઉત્તર​ : ટેકના ભાવે ઘઉંની ખરીદી માટે ખેડૂતો નિગમના તાલુકા ગોડાઉન કેન્‍દ્ર ઉપર ઓનાલઇન રજીસ્‍ટ્રેશન તા. ૧/૦૩/ર૦૧૭ થી ખરીદીની છેલ્‍લી તારીખ તા.૩૧/૦૫/ર૦૧૭ સુધી કરી શકશે.

પ્રશ્ન ર : ટેકાના ભાવે ઘઉંની ખરીદી ક્યારે શરૂ કરવામાં આવશે અને કયા ભાવે જથ્‍થો ખરીદવામાં આવશે ?

ઉત્તર​ : તારીખ ૧૫-૦૩-૨૦૧૭ થી તારીખ ૩૧-૦૫-૨૦૧૭ સુધી નિગમના તમામ ગોડાઉન કેન્‍દ્રો ખાતે રૂા. ૧૬૨૫/- પ્રતિ કિવ. ના ભાવે ઘઉંનો જથ્‍થો ખરીદ કરવામાં આવશે.

પ્રશ્ન ૩ : ઘઉંનો કેવો જથ્‍થો ખરીદવામાં/સ્‍વીકારવામાં આવશે ?

ઉત્તર​ : કેન્‍દ્ર સરકારશ્રી ધ્‍વારા નિયત કરાયેલ યુનિફોર્મ સ્‍પેસિફીકેશન મુજબનો એફએકયુ કવોલીટીનો જથ્‍થો સ્‍વીકારવામાં આવશે, જેના ધારાધોરણો જાહેરાતના બેનર/પોસ્‍ટર ઉપર દર્શાવવામાં આવેલ છે. જેની નકલ નિગમની વેબસાઇટ gscscl.gujarat.gov.in ઉપરથી તથા નિગમના ગોડાઉન મેનેજર પાસે મળશે.

પ્રશ્ન ૪ ખેતરના ખળામાંથી તૈયાર થયેલ ઘઉં સીધા લાવે તો ચાલશે ?

ઉત્તર​ : જથ્‍થો સાફ કરી સૂકવી, ભેજ વિનાનો રજૂ કરવો. ફેર એવરેજ કવોલીટી (એફએકયુ) મુજબનો જથ્‍થો હોવો જોઇએ.

પ્રશ્ન પ : ખાલી બારદાન નિગમ ધ્‍વારા જથ્‍થો લાવવા માટે આપવામાં આવશે કે કેમ ?

ઉત્તર​ : ખેડૂતોને નિગમ ધ્‍વારા બારદાન આપવામાં આવતા નથી. જથ્‍થો ખેડૂત ધ્‍વારા તેઓના ગાડા, ટ્રેકટર કે અન્‍ય વાહનમાં ખરીદ કેન્‍દ્ર સુધી લાવવાનો રહેશે.

પ્રશ્ન ૬ : ઘઉં સાથે કયા કયા દસ્‍તાવેજ આપવાના રહેશે ?

ઉત્તર​ : જથ્‍થો લાવનાર ખેડૂત/ખાતેદારના નામનો જમીનનો ૭/૧ર નો ઉતારો તથા પાણી પત્રક ૮/અ અથવા ચાલુ સીઝને જમીનમાં ઘઉંની વાવણી કરેલ છે તે મુજબનું તલાટીનું પ્રમાણપત્ર અને ખેડૂતપોથી અથવા બેંક પાસબુક, લાવવાની રહેશે

પ્રશ્ન ૭ : એક ખેડૂત ધ્‍વારા વધુમાં વધુ કેટલો જથ્‍થો આપી શકાશે ?

ઉત્તર​ : સરકારશ્રી ઘ્‍વારા ઘ્‍વારા હેકટર દીઠ સમગ્ર રાજ્ય માટે ઘઉંનો સરેરાશ ઉતારો નકકી કરવામાં આવેલ છે તે મુજબ ૭/૧ર માં ઉલ્‍લેખ કરેલ જમીન મુજબ ગણત્રી કરી જથ્‍થો સ્‍વીકારવામાં આવશે.

પ્રશ્ન ૮ : જથ્‍થાના નાણા કયારે મળશે ? રોકડમાં આપશો કે કેમ ?

ઉત્તર​ :જથ્‍થાની તોલાઇ બાદ થતી રકમ ખેડૂત ખાતેદારના બેંક ખાતામાં બારોબાર RTGS/NEFT ટ્રાન્‍સફરથી જમા કરવામાં આવશે. અસામાન્‍ય સંજોગોમાં એકાઉન્‍ટ પેઇ ચેકથી ચૂકવણું કરવામાં આવશે, રોકડેથી ચૂકવણી કરવામાં આવશે નહીં.

પ્રશ્ન ૯ : ૭/૧ર માં પહેલા નંબરના ખાતેદારના નામે બેંકમાં ખાતું ન હોય તો કોના નામે રકમ જમા થાય ?

ઉત્તર​ : જે ખાતેદારનું નામ સૌથી પહેલું હોય તેના નામે રકમ જમા થાય.

પ્રશ્ન ૧૦ : ૭/૧ર માં પહેલા નંબરના ખાતેદારના નામે બેંકમાં ખાતું ન હોય તો કોના નામે રકમ જમા થાય ?

ઉત્તર​ :પહેલા નંબરના ખાતેદારનું બેંકમાં ખાતું ખોલાવવું પડે અને તે પછી તેઓના નામે બેંક ખાતામાં રકમ જમા થાય.

પ્રશ્ન ૧૧ : ખેડૂત ખાતેદારનું કોઇ જ બેંકમાં ખાતું ન હોય તો ચૂકવણું રોકડમાં મળે ?

ઉત્તર​ :નિગમ માત્ર RTGS/NEFT કે એકાઉન્‍ટ પેઇ ચેકથી જ ચુકવણું કરી શકે. એટલે ૭/૧૨ માં જે ખાતેદાર હોય તેઓના નામનું બેંકમાં ખાતું હોવું આવશ્‍યક છે. રોકડમાં ચૂકવણું મળે નહીં.

પ્રશ્ન ૧ર : બારદાનની કે ગુણવતા ચકાસણીની ફી લેવામાં આવે છે? કે અન્‍ય કોઈ કપાત કરવામાં આવે છે ?

ઉત્તર​ : બારદાનની કે ગુણવતા ચકાસણીની રકમ ખેડૂતો પાસેથી લેવામાં આવતી નથી. જથ્‍થાની ઉતરાઈ, ભરતી કે અન્‍ય કોઈ કપાત કરવામાં આવતી નથી કે રકમ લેવામાં આવતી નથી.

પ્રશ્ન ૧૩ : બીલમાંથી કોઈ કપાત થશે ?

ઉત્તર​ :ઘઉંના જથ્‍થાની ફેર એવરેજ કવોલીટી (એફએકયુ) અને નેટ વજનને ધ્‍યાનમાં રાખી નકકી કરેલા ટેકાના ભાવે ચૂકવણી કરવામાં આવશે. કોઈપણ પ્રકારની કપાત કરવામાં આવતી નથી.

મુખ્ય લિંક પર જાઓ