અન્ય કામગીરી
Skip Navigation Links   Home   |  અન્ય કામગીરી  |  કુદરતી/માનવસર્જીત આપત્તિના સમયે કામગીરી

કુદરતી/માનવસર્જીત આપત્તિના સમયે કામગીરી

નિગમ દ્વારા કુદરતી/માનવસર્જીત આપત્તિઓ જેવી કે, ભૂકંપ, પૂર, દૂષ્‍કાળ, સાયકલોન, કોમી રમખાણો વિગેરેમાં પણ પ્રજાજનોને જીવન જરૂરી ચીજો સત્‍વરે ઉપલબ્‍ધ થાય તે માટે યુઘ્‍ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે છે. ભૂતકાળમાં નિગમ દ્વારા કપરા સંજોગોમાં રાહત કીટ તૈયાર કરીને પૂરી પાડેલ હતી.

ફેબ્રુઆરી-૨૦૦૨ ના કોમી રમખાણો અન્‍વયે અસરગ્રસ્‍ત લોકોને આવશ્‍યક ચીજવસ્‍તુઓની વિના મૂલ્‍યે વિતરણ કરવાની સરકારશ્રીની સૂચના અન્‍વયે રાહત કેમ્‍પ, રાહત કેમ્‍પમાંથી સ્‍વગૃહે પરત ફરતાં કુટુંબો તથા અસરગ્રસ્‍ત વિસ્‍તારના બી.પી.એલ. કુટુંબોને વિના મૂલ્‍યે ઘઉં-ચોખાના જથ્‍થાનું વિતરણ કરવામાં આવેલ હતુ. આ યોજનામાં કુલ ૧,૨૭,૨૯૮ મે. ટન ઘઉં અને ૪૯,૪૮૬ મે. ટન ચોખાનું વિના મૂલ્‍યે વિતરણ કરવામાં આવેલ હતુ.

તારીખ ૨૬-૧૨-૨૦૦૪ નાં રોજ દક્ષિણ ભારતમાં આવેલ વિનાશક સમુદ્રી મોજા-સુનામીના કારણે ખૂબ જ મોટા પાયે નુકશાન થયેલ હતુ. જેનાં કારણે લાખો લોકોને અસર થયેલ હતી. આ અસરગ્રસ્તોણને માનવતાના ધોરણે સહાય આપવાનું રાજ્ય સરકારશ્રીએ નક્કી કરેલ હતું, જેના ભાગરૂપે એક લાખ ફૂડ કીટ યુદ્ધના ધોરણે તૈયાર કરી વિતરણ કરવામાં આવેલ હતી. આ ફૂડ કીટમાં ચોખા (૭ કિલો), દાળ (૧.પ કિલો), બટાટા (ર કિલો), ડુંગરી (ર કિલો), મીઠું (૧ કિલો) લાલ મરચું (૧૦૦ ગ્રામ) નો સમાવેશ કરવામાં આવેલ હતો.

મુખ્ય લિંક પર જાઓ