અમારા વિષે
Skip Navigation Links   Home   |  અમારા વિષે  |  નિગમની ખાસ સિધ્ધિઓ

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની ખાસ સિધ્ધિઓ

  • ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનો વર્ષ ૨૦૧૫-૧૬ માં કરવેરા પહેલાનો નફો રૂા.૯.૨૭ કરોડ હતો જે વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂા.૯.૯૦ કરોડ થવા પામેલ છે. આમ રૂા.૦.૬૩ કરોડનો વધારો થવા પામેલ છે જે ૬.૮૦% નો વધારો દર્શાવે છે.
  • ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમનું SURPLUS જે વર્ષ ૨૦૧૫-૧૬ માં રૂા.૫૩.૩૫ કરોડ હતો જે વધીને વર્ષ ૨૦૧૬-૧૭ માં રૂા.૮૫.૬૦ કરોડ થયેલ છે. જે રૂા.૩૨.૨૫ કરોડનો વધારો દર્શાવે છે.
  • નિગમ ધ્વારા વર્ષ ર૦૧૬-૧૭ માટે વચગાળાના ડીવીડન્ડ પેટે રૂા.૧.પ૦ કરોડ સરકારને ચૂકવેલ છે.
  • નિગમ ધ્વારા માર્ચ ‘૧૬ મા વર્ષ ર૦૧૬-૧૭ ના પરિવહન ઈજારાઓ સુપ્રત કરવાની બાબતમાં પારદર્શક તથા કાર્યક્ષમ E-tendering પ્રક્રિયા હાથ ધરવાથી રૂ. ૩.રપ કરોડ ની બચત થયેલ છે.
  • નાણાંકીય વર્ષ ૨૦૧૬-૧૭ દરમ્યાન નિગમ ધ્વારા રાજય સરકારના કામો માટે કરાયેલ સિમેન્ટ ખરીદીમાં રૂા.૧૭.૫૨ કરોડની બચત થયેલ છે.
  • FCI થી નિગમ ગોડાઉન માટે પરિવહન થતા ઘઉં-ચોખા માટે ઉપયોગમાં લેવાતા વાહનમાં ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ(GPS) ની અમલવારી શરૂ કરેલ છે. જેથી જથ્થાનું DIVERSION નિવારી શકાય.
  • નેશનલ ફુડ સીકયોરીટી એકટ(NFSA) ને ધ્યાને લેતાં અનાજની સ્ટોરેજ કેપેસીટી બમણી કરવા સરકારશ્રીની મંજૂરી મેળવી ૧ર૪ નવા ગોડાઉન બાંધવાનું આયોજન કરેલ છે તે મુજબ સંગ્રહશકિત ૩.૭૩ લાખ મે.ટન (પ૦૧ ગોડાઉન) થી વધારીને ૫૮૬ લાખ મે.ટન (૬૬૭ ગોડાઉન) કરવા માટે આયોજન કરેલ છે જે માટે કલેકટરશ્રીઓ સાથે સતત પરામર્શમાં રહીને ૪૦ સ્‍થળોએ જમીન મેળવી નિગમના ૪૦ સ્થળોએ ગોડાઉનો બાંધવાની પ્રક્રિયા શરૂ કરેલ છે, સદર બાબત ઘણાં સમયથી પડતરમાં હતી. બીજા ૮૪ સ્થળો પૈકી ૮૧ સ્થળની જમીનો ફાળવવા માટે કલેકટરશ્રી ધ્વારા હુકમ કરવામાં આવેલ છે અને બાકીના સ્થળો માટે જમીન ફાળવણી માટે કલેકટરશ્રીઓ સાથે પરામર્શ / સંપર્ક ચાલુ છે.
  • નિગમમાં ઘણાં લાંબા સમયથી ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાયેલ ન હતી જે અન્વયે નાણાં વિભાગ ધ્વારા ફેબ્રુઆરી ‘૧૪ માં વર્ગ-૩ ની ૩૯૦ ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી મળેલ, પરંતુ ભરતી પ્રક્રિયા બાકી હતી જે નિગમ ધ્વારા નિયમાનુસાર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી મારફત ર્સ્પધાત્મક પરીક્ષાઓ યોજી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી.
  • નિગમ પોતાની સંસ્થાકીય સામાજીક જવાબદારી (CORPORATE SOCIAL RESPONSIBILITY) ના ભાગરૂપે ગોડાઉનોની સામાજીક જાગૃતીના કેન્દ્ર તરીકે વિકસાવી ગરીબ લોકો (મજૂર / ડ્રાયવરો / કલીનરો) ને પ્રધાનમંત્રી જનધન યોજના, જીવન જયોતિ વિમા યોજના, સુરક્ષા બિમા યોજના, અટલ પેન્શન યોજના વગેરેમાં જોડાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગોડાઉનના કર્મચારીઓ નવરાશના સમયમાં સલામત ડ્રાઈવીંગ, રોડશેફટી, એઈડ કંન્ટ્રોલ પ્રોગ્રામ બાબતે પણ સમાજમાં જાગૃતી આવે તે માટે પ્રયાસો કરે છે.
મુખ્ય લિંક પર જાઓ