પુર​વઠા નિગમે દોઢ કરોડના ડિવીડન્ડનો ચેક મુખ્યમંત્રીને અર્પણ​

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી થકી ખેડૂતોને
સક્ષમ બનાવતી યોજના

ખેડૂતોના હિતોનું રક્ષણ કરતી યોજનાની અમલવારી, સરકારનો એક નવો વિચાર ખેડૂત સાથેનો સીધો વ્યવહાર

વધુ જાણો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

અન્ન સલામતી માટે કાર્યક્ષમ
માળખાકીય સગ​વડો પુરી પાડ​વા માટે
સતત કાર્યરત​

ખેડૂતોના હિતોનું રક્ષણ કરતી યોજનાની અમલવારી, સરકારનો એક નવો વિચાર ખેડૂત સાથેનો સીધો વ્યવહાર

વધુ જાણો
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.

Gujarat State Civil Supplies Corporation Ltd.

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય​ નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેબલ ટેનીસ સ્પર્ધા નું આયોજન.

Table Tennis Tournament Organized By
The Gujarat State Civil Supplies Corporation

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય​ નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેબલ ટેનીસ સ્પર્ધા નું આયોજન.

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય​ નાગરિક પુરવઠા નિગમ

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
ગુજરાત રાજ્ય​ નાગરિક પુરવઠા નિગમ

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો
CORPORATE-SOCIAL-RESPONSIBILITY-WORKS-DONE-DURING-2015-2016

Computerization is Implemented
Under e-Governance of Public Distribution System

Food, Civil Supplies & Consumer Affairs,
Govt. of India

વધુ જાણો

પરિચય

ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડની સ્થાપના રાજ્ય સરકારની કંપની તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પરિપત્ર નં.સીએસસી/ ૧૧૮૦/૧૪૬૯/એ, તા.૨૫/૯/૧૯૮૦, કંપની ધારા ૧૯૫૬ ના અનુચ્‍છેદ ૬૧૭ હેઠળ કરવામાં આવી છે.

Pause
 • માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
  શ્રીમતી આનંદીબેન પટેલ

  માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય

 • માનનીય મંત્રીશ્રી
  શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

  માનનીય મંત્રીશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ, ગુજરાત રાજ્ય

 • માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી
  શ્રી છત્રસિહ મોરી

  માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ, ગુજરાત રાજ્ય

 • ચેરમેનશ્રી
  શ્રી ભૂપેન્દ્ર લાખાવાલા

  ચેરમેનશ્રી, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ.

 • મેનેજિંગ ડિરેકટર
  શ્રી સી.વી.સોમ (આઈ.એ.એસ)

  મેનેજિંગ ડિરેકટર, ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી.

સિદ્ધિ

Pause
 • કલર કોડીંગ સાથે ફાઈલ મેનેજમેન્ટ સીસ્ટમ, અધિકારીની અઠવાડીક બેઠક તથા બાયો મેટ્રિક એટેન્ડન્સ સીસ્ટમ દાખલ કરી કર્મચારિયોની કાર્ય દક્ષતામાં , સમય તથા શિસ્ત પાલનમાં સુધારો લાવ્યા.
 • ર્વગ-૩ની ભરતી માટે ઓનલાઇન અરજી મેળવી, સ્પર્ધાત્મક પરીક્ષા થકી ૧૬૬ કર્મચારિયોની નિમણૂંક કરવામાં આવી તથા ૨૨૫ ર્વગ-૩ના કર્મચારિયોની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવાની કામગીરી હાથ ધરાયેલ છે.
 • મહાત્મા ગાંધી સ્વછતાં અભિયાન તથા ગતિશીલ ગુજરાત અભિયાન દાખલ કરી ર્કમચારી/ અધિકારીઓમાં જગ્રુતિ લાવી કામગીરી હાથધરાઇ જેમાં ભંગાર ચીજવસ્તુઓમાં ખુરશી, કોમ્પ્યુટર, પ્રીંટર, યુપીએસ, ઇલેક્ટ્રીક ફેન, કબાટ વગેરેનો પ્રથમ વખત નિકાલ કર્યો .
 • વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૨-૧૩ દરમિયાન ૧૯ એ.જી ઓડીટ પેરા પડતર માંથી ૧૭ પેરાનો નિકાલ કરાયો.
 • વર્ષ ૨૦૧૪-૧૫ ના હિસાબો એ.જી.ઓડીટની કોઈ પણ ટીપ્પણી વગર પૂર્ણ કરી વિધાનસભામાં રજૂ કરવામાં સરકારશ્રીના જા.સા.સંસ્થાઓ પૈકીની પ્રથમ સંસ્થા રહેલ છે.
 • વર્ષ ર૦૧૩-૧૪ નું નાગરીક પુરવઠા નિગમનું ટર્નઓવર રુા.૧૮૮૧ કરોડથી વધીને વર્ષ ર૦૧૪-૧પમાં રુા.રપ૦૦ કરોડ થવા પામેલ છે. જે રુા.૬૧૯ કરોડનો વધારો દર્શાવે છે. જેની ટકાવારી ૩૩ ટકા થવા પામેલ છે.
 • ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમમાં ર૦૧૩-૧૪ માં સરપ્‍લસ રુા.૩પ.૩પ કરોડ હતું જે વધીને વર્ષ ર૦૧૪-૧પ માં રુા. પ૦.૬પ કરોડ થયેલ છે. આમ રુા. ૧પ.૩પ કરોડનો વધારો થયેલ છે, જે ૪૩ ટકાનો વધારો દર્શાવેલ છે.
 • ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમમાં વર્ષ ર૦૧૩-૧૪ માં કરવેરા પહેલાનો નફો રુા.૬પ લાખ હતો જે વર્ષ ર૦૧૪-૧પ માં રુા.પ.૬પ કરોડ થવા પામેલ છે. આમ રુા. પ કરોડનો વધારો થવા પામેલ છે અને ૭૬૯ ટકાનો વધારો દર્શાવે છે. (૭.૬૯ ગણો)
 • વર્ષ ર૦૧પમાં ગુજરાત રાજયનું પ્રથમ સરકારી એકમ છે જેને વર્ષ ર૦૧૪-૧પ ના હિસાબો સી.એ.જી. રાજકોટને મોકલી આપેલ છે. તદઉપરાંત સી.એ.જી. ઘ્‍વારા પુરવઠા નિગમના હિસાબો કોઈપણજાતના રીમાર્કસ/કોમેન્‍ટસ વગર મંજુર કરેલ છે.
 • વર્ષ ર૦૦૦ થી ર૦૧૩ના સમયગાળા દરમ્‍યાનના બાકી રહેલ ૩ર ઓડીટ પેરા પૈકી ૩૦ ઓડીટ પેરાનો નિકાલ કરવામાં આવેલ છે.
 • આગામી નેશનલ ફુડ સીકયોરીટી એકટ (NFSA) ને ઘ્‍યાને લેતાં અનાજની સ્‍ટોરેજ કેપેસીટી બમણી કરવા સરકારશ્રીની મંજૂરી મેળવી ૧ર૪ નવા ગોડાઉન બાંધવાનું આયોજન કરેલ છે. તે મુજબ ર.૮૬ લાખ મે.ટન (પ૦૧ ગોડાઉન) થી વધારીને પ.૮ર લાખ મે.ટન (૬રપ ગોડાઉન) કરેલ છે. જેના અનુસંધાને કલેકટરશ્રીઓ સાથે સતત પરામર્શમાં રહીને ૪૦ સ્‍થળોએ જમીન મેળવી નિગમના ૪૦ સ્‍થળાએ ગોડાઉનો બાંધવાની પ્રક્રિયા શરુ કરેલ છે. સદર બાબત ઘણાં સમયથી પડતરમાં હતી. બીજાં ૮૪ સ્‍થળો (જેની મંજૂરી સરકારશ્રીએ તા.ર૭/૦૩/૧પના રોજ આપેલ છે.) પૈકી ૬૩ સ્‍થળની જમીનો નકકી કરેલ છે અને તેની ફાળવણી માટે કલેકટરશ્રીઓ સાથે પરામર્શ / સંપર્ક ચાલુ છે.
 • વર્ષ ર૦૧પ-૧૬ દરમ્‍યાન (ડીસેમ્‍બર-ર૦૧પ સુધી) નિગમ ઘ્‍વારા જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અંતર્ગત ૧ર,પ૪,૩૮૦ મે.ટન ઘઉં, ર,૭૩,૦૪૭ મે.ટન ચોખા, ૬૭.૬૬ લાખ ૧ લીટર કપાસીયા તેલના પાઉચ, ૬૭,૪૩પ મે.ટન ખાંડ તથા ર૬,૮પ૭ મે.ટન આયોડાઇઝડ મીઠાનું વિતરણ કરેલ છે.
 • મુકત બજારમાંથી રીવર્સ ઈ-ઓકશન પઘ્‍ધતિથી ખાંડની ખરીદીની પ્રક્રિયામાં ખરીદ ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજય સરકારની રુા.૩૯ કરોડની સબસીડીની બચત થયેલ છે.
 • ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ ઘ્‍વારા વર્ષ ર૦૧પ માં રવિ સીઝન દરમ્‍યાન ૬૩૦૦૦ મે.ટન ઘઉંની વિક્રમજનક ખરીદી થયેલ છે. સને ર૦૧૩ અને ર૦૧૪ દરમ્‍યાન નાગરીક પુરવઠા નિગમ ઘ્‍વારા કોઈ ખરીદી થયેલ નથી.
 • તારીખ ૩૧ ડીસેમ્‍બર ર૦૧પ સુધીમાં ખરીફ સીઝન અંતર્ગત નિગમ ઘ્‍વારા ૯૧૭ મે.ટન ડાંગરની ખરીદી કરવામાં આવેલ છે. સને ર૦૧૩ માં ફકત ર૭ મે.ટન ડાંગરની ખરીદી થયેલ અને સને ર૦૧૪ માં ૧ર૩ મે.ટન ડાંગરની ખરીદી થયેલ હતી.
 • જુદી જુદી કામગીરીના ભારણનું અને મહેકમની જરૂરીયાતનું વિશ્‍લેષણ કર્યા બાદ ઓકટો./નવે. ર૦૧૪ માં ગોડાઉનો ખાતેની ૧૪ર ખાલી જગ્‍યાઓ જે તે જિલ્‍લા કચેરી ખાતેના મહેકમમાંથી ભરેલ છે.
 • નિગમમાં ઘણાં લાંબા સમયથી ખાલી જગ્‍યાઓ ભરવા માટે ભરતી પ્ર્રિકયા હાથ ધરાયેલ નહતી. જે અન્‍વયે નાણાં વિભાગ ઘ્‍વારા વર્ગ-૩ ની ૧૬૬ ખાલી જગ્‍યાઓ ભરવાની મંજૂરી મળતાં નિગમ ઘ્‍વારા નિયમોનુસાર ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરી ૧પ૯ ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવેલ છે.
 • નિગમમાં મહેકમની ૪૦ ટકા મહેકમની ખાલી જગ્‍યાને ઘ્‍યાને લેતાં ર૦ ઓગસ્‍ટ ર૦૧પથી નવા પર૪ મહેકમની ભરતી માટે સરકારશ્રીમાં દરખાસ્‍ત કરેલ છે. સરકારશ્રી સાથે સતત સંપર્કમાં રહેતાં બે મહિના જેટલા ટૂંકા ગાળામાં નિગમ ઘ્‍વારા સરકારશ્રીમાંથી ૧૬ ઓકટોબર ર૦૧પ થી વધારાના રર૦ મહેકમની ભરતી કરવાની મંજૂરી મેળવેલ છે. જે અન્‍વયે ગુજરાત ટેકનોલોજીકલ યુનિર્વસીટીના સહકારથી જાન્‍યુઆરી-ર૦૧૬ માં સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની કાર્યવાહી પૂર્ણ કરેલ છે. સદર સ્‍પર્ધાત્‍મક પરીક્ષાના પરિણામ આવ્‍યેથી ભરતી પ્રક્રિયાને આગળ ધપાવી નાણાંકિય વર્ષના અંત સુધીમાં ખાલી જગ્‍યાઓ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરી શકાશે.
 • નિગમની કોર્પોરેશન સોશ્‍યલ રીસ્‍પોન્‍સીબીલીટીના ભાગરૂપે ગોડાઉનોને સામાજિક જાગૃતિના કેન્‍દ્ર તરીકે ગરીબ લોકો (મજૂરો/ડ્રાઈવરો/કલીનરો)ને પ્રધાનમંત્રી જનધન યોજના/જીવન જયોતિ બીમા યોજના/સુરક્ષા બીમા યોજના/અટલ બીમા યોજના વિગેરેમાં જોડાવા મદદરુપ થવા માટે વિકસાવેલ છે. તેમજ ગોડાઉનના કર્મચારીઓએ નવરાશના સમયમાં સલામત ડ્રાઈવીંગ, રોડ શેફટી અને એઈડ્રસ કંન્‍ટ્રોલ પોગ્રામ બાબતે સમાજમાં જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરેલ છે.
 • નવી ફાઈલ મેનેજમેન્‍ટ સીસ્‍ટમ હેઠળ દરેક શાખાને ફાઈલોના અલગ અલગ કલર કોડ આપેલ છે. સને ર૦૧પ માં ઓફીસ કાર્યપઘ્‍ધતિના ભાગરુપે વિવિધ શાખાઓ વચ્‍ચે સંકલન જળવાઈ રહે અને કામગીરી સરળતાથી થાય તે માટે અઠવાડિક બ્રાન્‍ચ હેડ મીટીંગ શરુ કરવામાં આવેલ છે. જેના કારણે કાર્યક્ષમતા અને કામગીરીના નિકાલમાં વધારો થયેલ છે.
 • ઓકટોબર ર૦૧૪માં આશરે નિવૃતિના લાભોના ૪પ કેસ જેમાં કોર્ટ કેસ, એસીબી કેસ, વીજીલન્‍સ ઈન્‍કવાયરી, ફરજીયાત નિવૃતિ વિગેરેના કારણે પડતર હતા. જે પૈકી ર૯ કેસો પૂર્ણ થઈ ગયેલ છે. આ રીતે નિવૃત થયેલ કર્મચારીઓને લાંબા સમયથી પડતર લાભ આપેલ છે. બાકીના ૧૬ કેસો મુખ્‍યત્‍વે એસીબી, કોર્ટકેસ વિગેરેના હોય જેમાં કોર્ટની કાયદાકીય કાર્યવાહી ચાલુમાં છે.
 • મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતા અભિયાન અને ગતિશીલ ગુજરાતના કાર્યક્રમોનું નિગમની વડી કચેરી, જિલ્‍લા કચેરી અને ગોડાઉનો ખાતે સફળતાપૂર્વક અમલીકરણ કરેલ છે. જેનું નિયમીત મોનીટરીંગ હાથ ધરવામાં આવેલ છે અને તે અંગે વડી કચેરીની જુદી જુદી શાખાઓ જિલ્‍લા કચેરીઓ અને ગોડાઉનો ઘ્‍વારા થયેલ કાર્યવાહીનું અભિયાન પહેલાં અને પછીનું પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન કરવામાં આવેલ છે. જેને કારણે રોજબરોજની કામગીરીમાં સતત પ્રગતિ થવા પામેલ છે.
 • નિગમના ૮૪ ગોડાઉન બાંધવા માટે સરકારાશ્રી મંજુરી મેળવી જેમાં ૪૦ સ્થળોએ થઇ ૩૪,૦૦૦ મે.ટન સુધી સંગ્રહશક્તિ ઉભી કરવા જ્મીન મેળવી
 • રવિ માર્કેટિંગ સીઝન ૨૦૧૫-૧૬ દરમિયાન ૬૩,૧૭૧ મેટ્રીક ટન ઘઉં તથા ચાલુ ખરીફ ર્માકેટિંગ સીઝન ૨૦૧૫-૧૬માં ડીસેમ્બર-૨૦૧૫ સુધીમાં ૯૧૭ મે.ટન ડાંગર ટેકાના ભાવે ખેડૂતો પાસેથી પ્રાપ્ત કર્યા.
Back to Top
મુખ્ય લિંક પર જાઓ