Gujarat State Civil Supplies Corporation Ltd.
Skip Navigation Links   Home   |  ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ

ચીજવસ્તુઓનો સંગ્રહ અને વિતરણ

રાજય સરકારની જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના તથા અન્‍ય વિભાગોની કલ્‍યાણકારી યોજનાઓની જરૂરિયાત માટે કેન્‍દ્ગ/રાજય સરકાર દ્વારા થી મુખ્‍યત્‍વે નીચે દર્શાવેલ આવશ્‍યક ચીજવસ્‍તુઓની પ્રાપ્તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી નિગમ દ્રારા કરવામાં આવે છે.

નિગમ નીચે દર્શાવેલ જાહેર વિતરણ વ્‍યવસ્‍થા હેઠળની યોજનાઓ માટે આવશ્યક ચીજ વસ્તુઓની જથ્થાની પ્રાપ્તી, સંગ્રહ અને વિતરણની કામગીરી કરે છે.

નિગમ રાજય સરકારના અન્‍ય વિભાગો હેઠળની નીચે દર્શાવેલ યોજનાઓ માટે પણ કામગીરી કરે છે.

 • મઘ્‍યાન્‍હ ભોજન યોજના
 • મધ્યાહન ભોજન યોજના હેઠળ ચીજવસ્તુ‍ઓનું માસવાર વિતરણ (37.3 KB)
 • સંકલિત બાળ વિકાસ યોજના
 • સરકારની કલ્યાણકારી યોજનાઓ માટે નિગમ દ્રારા ઇ-ટેન્ડરીંગ પધ્ધતિની જગ્યાએ ઇ-ઓકસન પધ્ધતિથી NCDEX SPOT એક્ષ્ચેન્જ મારફત ખરીદી (478 KB)
 • e-Auctionની પધ્ધતિ થી ખરીદીમાં ભાગ લેવા તથા NCDEX સાથે રજીસ્ટ્રેશન​ કરવા માટેની વિગત:

  જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટેનો એકટીવીટી ફલો નીચે મુજબ છે.

  એકટીવીટી ફલો જોવા અહીં ક્લીક કરો

  નિગમ પાસેની માળખાકીય સગવડો

  આવશ્યક ચીજ વસ્તુઓની પ્રાપ્તિ સંગ્રહ અને વિતરણ કામગીરી કરવા માટે નિગમ રાજયમાં ગાંધીનગર ખાતે વડીકચેરી, જીલ્લાઓ ખાતે જીલ્લા કચેરીઓ અને તાલુકા કક્ષાએ સંગ્રહ ગોડાઉનો ધરાવે છે. નિગમ પાસે હાલ અંદાજે ૨.૯૭ લાખ મે.ટન જથ્‍થો સંગ્રહ કરવાની સંગ્રહશકિત ઉપલબ્‍ધ છે. નિગમને જાહેર વિતરણ વ્‍યવસ્‍થાની કામગીરી કરવા માટે વધુ સંગ્રહશકિતની આવશ્‍યકતા છે. જે માટે નિગમ દ્વારા નવા ગોડાઉનો બાંધવાની કામગીરી હાથ ધરેલ છે. નિગમને વધુ જથ્‍થો સંગ્રહ કરવાની જરૂરિયાત જણાય ત્‍યારે નિગમ દ્વારા સેન્‍ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશન તથા ગુજરાત સ્‍ટેટ વેર હાઉસિંગ કોર્પોરેશન અને અન્‍ય ખાનગી માલિકીના ગોડાઉનો પણ ભાડે રાખવાની કાર્યવાહી કરવામાં આવે છે.

  નિગમ પાસે નીચે દર્શાવ્‍યા મુજબ સંગ્રહશકિત ઉપલબ્‍ધ છે.

  નિગમના ગોડાઉન તથા તેની સંગ્રહશકિતની વિગતો જોવા અહીં ક્લીક કરો

  નિગમ દ્વારા નીચે દર્શાવેલ સ્‍થળોએ નવા ગોડાઉનો બાંધવાની કામગીરી હાથ ધરેલ છે.

  નવા ગોડાઉનો બાંધવાની કામગીરીની વિગતો જોવા અહીં ક્લીક કરો

  ગોડાઉન સંગ્રહ/ઉપાડનું કોમ્‍પ્‍યુટરાઈઝેશન

   ગુજરાતમાં લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થાનું કોમ્‍પ્‍યુટરાઈઝેશન નીચે મુજબ ત્રણ ભાગમાં છે.
  • લાભાર્થીની નોંધ કરવી તથા સુધારા કરવા.
  • એફ.સી.આઈ ના ગોડાઉનથી સસ્‍તા અનાજની દુકાન સુધી જથ્‍થો પહોંચાડવાની વ્‍યવસ્‍થા.
  • સસ્‍તા અનાજની દુકાનથી ચીજવસ્‍તુઓનું વેચાણ.

  એફ.સી.આઈ થી એફ.પી.એસ ખાતે જથ્‍થો ઉપલબ્‍ધ કરવાની વ્‍યવસ્‍થા નિગમને સર્પેશે છે.

   આમાં મુખ્‍ય ધંધાકીય વ્‍યવહારમાં નીચે મુજબનો સમાવેશ થાય છે.
  • અનાજ /બરછટ અનાજની એફ.સી.આઈ/લઘુતમ ટેકાના ભાવે ખરીદી
  • અનાજ ઉપાડ માટે એફ.સી.આઈ ગોડાઉનથી રીલીઝ ઓર્ડર (આર.ઓ) મેળવવો.
  • એફ.સી.આઈ ગોડાઉનથણી જથ્‍થાનો ઉપાડ માટેનો આર.ઓ ને જીલ્‍લા ગોડાઉન
  • નિરીક્ષક, લીફટીંગ નિરીક્ષક તથા ટ્રાન્‍સપોર્ટ કોન્‍ટ્રાકટર ને સોંપવો.
  • એફ.સી.આઈ ગોડાઉનથી અનાજનો જથ્‍થો ઉપાડવો અને પરિવહન થી નિગમના ગોડાઉન ઉપર પહોંચાડવો.
  • નિગમના ગોડાઉન ઉપર જથ્‍થો મેળવવો.
  • એફ.સી.આઈ થી મળેલ અનાજનો પ0 કિ.ગ્રા. ની થેલીમાં સમભરતી કરવી.
  • ઓનલાઈન ડીલીવરી ચલન થી એફ.પી.એસ દુકાનદારને આંગણે ડોર સ્‍ટેપ ડીલીવરી પરિવહન યોજનાથી જથ્‍થો પહોંચતો કરવો.

  જીસવાન /વી.પી.એન-બી.બી કનેકટીવીટી થી ગોડાઉનથી વેચાણ/વિતરણ માટેના સોફટવેર તૈયાર કરાયેલ છે.

  એફ.સી.આઈ ના ગોડાઉનથી ઉપાડ કરી નિગમના ગોડાઉન સુધી પહોંચવાના કોમ્‍પ્‍યુટરરાઈઝેશનમાં પ્રોગ્રામ નાંખેલ હેન્‍ડ હેલ્‍ડ ટર્મીનલ( એચ.એચ.ટી) નો ઉપયોગ કરવામાં આવે છે. મુખ્‍ય સીસ્‍ટમ સાથે એચ.એચ.ટી ને સંકલિત કરતું સોફટવેર તૈયાર છે. એફ.પી.એસ ઘ્‍વારા ઈ-પેમેન્‍ટ (આરટીજીએસ/એન.ઈ.એફ.ટી મારફત) થી ચુકવણાની સીસ્‍ટમ દાખલ કરેલ છે.

  એફ.સી.આઈ થી જથ્‍થાનો ઉપાડ, એફ.પી.એસ ને વિતરણ તથા ગોડાઉનનું સ્‍ટોક પત્રક માટેનું સોફટવેર તૈયાર થયે જાહેર નિરીક્ષણ માટે મુકાશે.

  નિગમ દ્વારા પ્રાપ્ત કરાતી ચીજવસ્‍તુઓના ગુણવત્તાના ધારાધોરણો

  ચીજવસ્‍તુઓના ગુણવત્તાના ધારાધોરણો જોવા અહીં ક્લીક કરો

  આવશ્‍યક ચીજવસ્‍તુઓની પ્રાપ્તિ, સંગ્રહ તથા વિતરણની કામગીરી

  અનાજ/બરછટ અનાજ

  કેન્‍દ્ગ સરકાર દ્વારા રાજયને દર માસે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા તેમજ અન્‍ય વિભાગોની યોજનાઓ માટે ઘઉં, ચોખા તેમજ બરછટ અનાજ(મકાઇ વિગેરે)ની ફાળવણી કરવામાં આવે છે. સદર ફાળવણીના અનુસંધાને ભારતીય ખાધ નિગમ (FCI)ને ચૂકવણું કરી નિગમ દ્વારા FCIના ગોડાઉનોમાંથી અનાજનો જથ્‍થો ઉપાડી નિગમ દ્વારા જીલ્લાવાર નિશ્‍ચિત કરાયેલ પરિવહન ઇજારદારો મારફત પરિવહન કરી (108 KB) નિગમના રાજય સ્‍તરે પથરાયેલા ગોડાઉનોમાં પહોંચતો કરી સંગ્રહ કરવામાં આવે છે. રાજય સરકાર દ્વારા તાલુકાવાર નિશ્‍ચિત કરાયેલ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારોને (વ્‍યાજબી ભાવના દુકાનદારો) તેઓની દુકાન સાથે જોડાયેલ અંત્‍યોદય, બી.પી.એલ. તથા એ.પી.એલ. કાર્ડધારકો માટે પ્રતિ વ્‍યકિત/પ્રતિકાર્ડ/પ્રતિ માસ નકકી કરાયેલ પ્રમાણ તથા ભાવ મુજબ નિગમના ગોડાઉનોમાંથી જથ્‍થો ઉપાડવાની કોમ્પ્યુટરાઈઝ પરમીટ આપવામાં આવે છે. વ્‍યાજબી ભાવના દુકાનદારો દ્વારા નિગમ દ્વારા નિશ્‍ચિત કરાયેલ બેંક એકાઉન્‍ટમાં જરૂરિયાત મુજબના જથ્‍થાના નકકી કરેલ વિતરણ ભાવ મુજબના નાણાં ભરેથી નિગમના ગોડાઉનમાંથી કાર્ડધારકોને વિતરણ કરવા માટે જથ્‍થો આપવામાં આવે છે. વ્‍યાજબી ભાવના દુકાનદાર દ્વારા તેઓને પ્રાપ્ત થયેલ જથ્‍થામાંથી માસિક વિતરણ પ્રમાણ તથા ભાવ મુજબ કાર્ડધારકોને આવશ્‍યક ચીજવસ્‍તુના જથ્‍થાનું વિતરણ કરવામાં આવે છે. રાજય સરકારની મઘ્‍યાન્‍હ ભોજન યોજના તેમજ સકલિત બાળ વિકાસ યોજના માટેના અનાજના જથ્‍થાની ઉપલબ્‍ધિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા જેવી જ પઘ્‍ધતિ અપનાવવામાં આવે છે. વાજબી ભાવના દુકાનદારોને તેઓના દુકાન બેઠા યોજનાઓ માટે યોગ્ય માત્રામાં સમયસર જથ્થો મળે તે માટે રાજ્ય સરકારની સુચના અનુસાર ડોર સ્ટેપ ડીલીવરી યોજનાની અમલવારી તબક્કાવાર શરુ કરેલ છે.

  ખાદ્યતેલ (જાહેર વિતરણ વ્‍યવસ્‍થા માટે)

  ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ જાહેર વિતરણ વ્યવસ્થા માટે રિફાઇંડ કપાસિયા તેલ નો જથ્‍થો રાજ્ય સરકાર દ્વારા નિયત ભાવે ૧ લિટરના પેકીંગમાં પૂરો પાડે છે. નિગમ દ્વારા ફાળવણી અનુસારનો જથ્‍થો ઉપાડી નિગમના ગોડાઉનો ખાતે સંગ્રહ કરી મુખ્‍યત્‍વે તહેવારોના સમયમાં કાર્ડધારકોને સબસીડાઈઝ ભાવથી આપવા માટે વ્‍યાજબી ભાવના દુકાનદારોને તેઓને મળેલ પરમીટના અનુસંધાને ઉપલ્બ્ધ કરાવવામાં આવે છે.

  વર્ષ ૨૦૧૫-૧૬ માં રીફાઇન્‍ડ કપાસીયા તેલ ૬૨૬૯ મે.ટન ફાળવવામાં આવેલ છે. રાજ્યના બી.પી.એલ. અને અંત્યોદય કાર્ડધારકોને માહે સપ્ટેમ્બર ૨૦૧૫ તથા ન​વેમ્બર ૨૦૧૫ માટે પ્રતિ કાર્ડ દીઠ પ્રતિ માસ ૧ લીટર પાઉચમાં રૂ. ૪૩ ના રાહતદરે વિતરણ કરવામાં કરેલ છે.

  ખાદ્યતેલ (અન્‍ય કલ્‍યાણકારી યોજનાઓ માટે)

  નિગમ દ્વારા મઘ્‍યાન્‍હ ભોજન યોજના તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાની રીફાઈન્‍ડ કપાસીયા તેલની જરૂરિયાત માટે NCDEX SPOT મારફતે ઈ-ઓકશન પઘ્‍ધતિથી ખરીદી કરવામાં આવે છે. ખરીદ કરાયેલ તેલની પ્‍લાન્‍ટ બેઠા ગુણવત્તા ચકાસણી બાદ નિગમના ગોડાઉનોમાં સંગ્રહ માટે પરિવહન કરવામાં આવે છે. સદર યોજનાઓની જરૂરિયાત મુજબ નિગમ દ્વારા ખાદ્યતેલનો જથ્‍થો નિગમના ગોડાઉનોથી તેઓને ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. રીફાઈન્ડ કપાસીયા તેલની ખરીદી માટે ડીસેમ્બર-૨૦૧૨ થી e-Auction પધ્ધતિ અપનાવવામાં આવનાર છે.

  કઠોળ (અન્‍ય કલ્‍યાણકારી યોજનાઓ માટે)

  નિગમ દ્વારા મઘ્‍યાન્‍હ ભોજન યોજના તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાની તુવેરદાળ(કોરી), મગદાળ(મોગર), ચણાદાળની જરૂરિયાત માટે NCDEX SPOT મારફતે ઈ-ઓકશન પઘ્‍ધતિથી ખરીદી કરવામાં આવે છે. ખરીદ કરાયેલ જથ્‍થાની ગુણવત્તા ચકાસણી બાદ નિગમના ગોડાઉનોમાં સંગ્રહ કરવામાં આવે છે. સદર યોજનાઓની જરૂરિયાત મુજબ નિગમ દ્વારા કઠોળનો જથ્‍થો નિગમના ગોડાઉનોથી તેઓને ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. કઠોળની ખરીદી માટે નવેમ્બર-૨૦૧૨ થી e-Auction પધ્ધતિ અપનાવવામાં આવેલ છે.

  ખાંડ

  હવે કેન્‍દ્ર સરકાર દ્વારા લેવીખાંડને અંકુશ મુક્ત જાહેર કરાતાં ગુજરાત સરકાર દ્વારા ઠરાવ્‍યા મુજબ ખાંડનો જથ્‍થો ખુલ્‍લા બજારમાંથી NCDEX SPOT મારફતે ઈ-ઓકશન પદ્ધતિ મુજબ ખરીદ કરી અંત્‍યોદય / બીપીએલ કાર્ડધારકોને નિયત કરેલ પ્રમાણ મુજબ માહે ઓગસ્‍ટ-૨૦૧૩ થી વિતરણ કરવામાં આવી રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા જીલ્‍લાવાર ફાળવણી કરવામાં આવે છે. જેની આધારે જીલ્‍લા કલેકટરશ્રી કચેરીઓ દ્વારા તાલુકાવાર પેટા ફાળવણી કરવામાં આવે છે અને નિગમ દ્વારા રાજ્યના વ્‍યાજબી ભાવના દુકાનદારોને ગોડાઉન પરથી ડોર સ્‍ટેપ ડીલીવરી દ્વારા ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

  રીફાઇન્ડ આયોડીનયુકત મીઠું

  નિગમ દ્વારા જાહેર વિતરણ વ્‍યવસ્‍થા તેમજ સંકલિત બાળ વિકાસ યોજનાની રીફાઇન્ડ આયોડીનયુકત મીઠાંની જરૂરિયાત માટે NCDEX SPOT મારફતે ઈ-ઓકશન પઘ્‍ધતિથી ખરીદી કરવામાં આવે છે. ખરીદ કરાયેલ રીફાઇન્ડ આયોડીનયુકત મીઠાની પ્‍લાન્‍ટ બેઠા ગુણવત્તા ચકાસણી બાદ નિગમના ગોડાઉનોમાં સંગ્રહ માટે પરિવહન કરવામાં આવે છે. સદર યોજનાઓની જરૂરિયાત મુજબ નિગમ દ્વારા મીઠાનો જથ્‍થો નિગમના ગોડાઉનોથી તેઓને ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

મુખ્ય લિંક પર જાઓ